શું ફક્ત ૨૧ દિવસ ઘર માં રહેવાથી બધું શમી જશે????
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬લડાઈ તો ૨૨ માં દિવસે શરુ થવાની છે!!!!
શું તમે તૈયાર છો?
શું થવાનું છે ૨૨ માં દિવસે????

ધ્યાન રાખજો, આ વાંચી ને ચોંકી જવાથી કઈ નઈ થાય, વાંચો અને વિચારો!


*૨૨ માં દિવસે જયારે લોક ડાઉન ખુલશે ત્યારે...*

- જેમ કેટલાક લોકોએ જનતા કર્ફ્યુ દરમિયાન કર્યું હતું, તેમ હવે *આખો દેશ અચાનક રાષ્ટ્રધ્વજ સાથે તેમના ઘરની બહાર નીકળશે*, દેશભક્તિના ગીતો વગાડશે અને સૂત્રોચ્ચાર કરશે કે આપણે યુદ્ધ જીતી લીધું છે અને આપણે કેટલા મહાન રાષ્ટ્ર છીએ બધા એ ભૂલી જશે કે આપણે વાયરસનો સંપૂર્ણ રીતે નાશ કર્યો નથી, પરંતુ ફક્ત તેને કાપવાનો પ્રયત્ન કર્યો છે.


- શહેરના *કહેવાતા બુદ્ધિજીવી લોકો 22 માં દિવસે થિયેટરો, રેસ્ટોરાં, મોલ્સ, ઉદ્યાનો જેવા જાહેર સ્થળો પર જઈ રહ્યા હશે*. તેઓ આ હકીકતની અવગણના કરશે કે સામાજિક અંતર (social distancing)ને હજુ પાળવાનું જ છે અને વાયરસ હજી પણ ત્યાં છે.


- તમામ *નાના અને મધ્યમ વ્યવસાયો, બધી કોર્પોરેટ ઓફિસો તેમના સામાન્ય નિર્ધારિત સમય પર કામ કરવાનું શરૂ કરશે* અને એટલું જ નહિ લોક-ડાઉન અવધિના બાકી રહેલા કામને આવરી લેવા માટે ડબલ શિફ્ટ, વધારાના કલાકો, કર્મચારીઓને રોકી રાખવામાં આવશે અને જે મોટા પ્રમાણ માં ઇન્ફેકશન ને વધારશે.

- જે લોકો પહેલાથી જ તેમના ગામો માટે રવાના થયા છે, ઉદાહરણ તરીકે આપણા ઘર ની કામવાળી અથવા *દૈનિક વેતન માટે કામ કરતા લોકો હવે ખરાબ અર્થવ્યવસ્થાને કારણે શહેરમાં ભાગતા પાછા આવશે* અને પોતાનું ખોવાયેલું વળતર મેળવવાની કોશિશ કરશે. આ પછી જો હજારો લોકોમાંથી એક પણ વ્યક્તિ હળવા લક્ષણો અનુભવતા હશે અથવા તેમની ચકાસણી નહિ થઇ હોય અને હજુ પણ બેદરકારીથી આમતેમ ફરશે તો વાયરસ ને હોસ્ટ કરી રહેલા આ બધા લોકોથી  ફરીથી ઇન્ફેકશન ની ચેન શરુ થશે.


- દેશભરમાં *જાહેર પરિવહન(public transport)ના તમામ માધ્યમો જેવા કે બસ, ટ્રેન પર અચાનક ભીડ થશે* અને અચાનક ફરીથી લોકોમાં રહેલા વાયરસને સંક્રમિત થવાની શક્યતાઓ ખુબ જ વધશે.

_આખું ભારત એ ભૂલી જશે કે આપણે આ મહા રોગ, એક ભયંકર વૈશ્વિક કટોકટીના મધ્યમાં છીએ અને દરેક વ્યક્તિ માસ્ક, સેનિટાઇઝર્સને છોડીને અંગત સ્વચ્છતા જાળવવાનું ભૂલી જશે , કારણ કે બધા એવું મને છે કે ૨૧ દિવસ ભારે રહીને ભારત ને વાયરસનો ઉપાય મળ્યો છે._

...ના એવું જરાય નથી!


 ...આ જ કારણ છે કે દેશમાં જંગલી આગની જેમ વાયરસની બીજી તરંગ ફેલાવાની શક્યતાઓ રહેલી છે..!

 જો તમે મારા પર વિશ્વાસ ન કરો તો, તમે H1N1 (swine flu) નામના આ વાયરસના આંકડા ચકાસી શકો છો જે 2009 માં થયો હતો


*જો આપણે લોકોને 22માં દિવસથી શું કરવાનું છે તે વિશે શિક્ષિત કરીએ તો તકનીકી રૂપે 21 દિવસનું ક્વોરેન્ટાઇન એકદમ નકામું બની જશે.* નહિ તો આગળ હજુ પણ લોક ડાઉન થવાની શક્યતાઓ હશે અને જે અર્થતંત્ર ને વધુ નબળું કરી નાખશે.


*તો આપણે ૨૨માં દિવસથી શું કરી શકીએ?*

- આપણે બુદ્ધિપૂર્વક કાર્ય કરીએ.

 22માં દિવસ થી પાર્ટીમાં ન જઈએ , જાહેર જગ્યાઓ પર બિલકુલ એકઠા ના થઈએ.

છેલ્લા 4 અઠવાડિયાથી અમલ કરી રાખેલી બધી સૂચનાઓને વ્રતની જેમ પાળી રાખવાના પ્રયાસ કરીએ.

- કૃપા કરીને ભૂલશો નહીં, આ વાયરસનો અંત નથી, આ ફક્ત અંતની શરૂઆત છે. 

- જે લોકો આ લેખ નથી વાંચવાના એની સાથે આ વાતો ને શેર કરીને આ વાયરસ ની લોકો પરની અસરો વિશેની જાગૃતિ ફેલાવીએ.


- તમારી આસપાસના બધા જ ભારતીયો છે અને જો બધા જ પુરેપુરી તકેદારી રાખશે તો જ અને તો જ બધા આ મહામારીને જલ્દી થી નાથી શકાશે એવી વાત ને સતત યાદ રાખીએ અને આ જ વાત નો અમલ બધા કરે એનું ધ્યાન રાખીએ.


- *હું અત્રે થી આજ વાત સરકાર ને પણ પહોચે તેવા પ્રયાસ સાથે હાથ જોડી ને વિનંતી કરું છું કે ૨૨માં દિવસ થી ખરી લડાઈ લડીએ અને સોસીયલ ડીસટન્સીંગ ને વ્રત ની જેમ પાળીએ.*


- જો આપણે આ મુદ્દાની ગંભીરતાને ખરા અર્થમાં સમજીએ અને સંકટનાં આ સમયમાં એક અવાજ તરીકે ભેગા થઈશું, તો આપણે 1.3 અબજ ભારતીયોનાં જીવનમાં મોટો તફાવત લાવી શકીશું.


_હું ફક્ત એક ભારતમાતાનો બાળક છું અને આખા ભારત પાસેથી આ કોરોના વાયરસ વિશે વિવેકપૂર્ણ વર્તન કરવાની અપેક્ષા રાખી રહ્યો છું._

Yours sincerely,
Ashok M Suthar.